મોરબી : ઘોડાધ્રોઈ ડેમની કેનાલમાં પિયત માટે પાણી છોડાયુ

- text


નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે પૂર્વ ધારાસભ્યની મંત્રણા દરમ્યાન લેવાયેલા નિર્ણયોનો અમલ શરૂ

મોરબી : આ વર્ષે ચોમાસા દરમ્યાન વરસેલા અનરાધાર વરસાદ બાદ પણ ઘોડાધ્રોઈ ડેમની કેનાલ આધારિત ખેડૂતોને ઘઉં, જીરું, એરંડા અને ધાણા જેવા શિયાળુ પાકને બચાવવા એક પાણની આવશ્યકતા રહેતી હતી. પરંતુ ડેમમાં પૂરતું પાણી ના હતું અને નદી પણ બિલકુલ ખાલી હતી. કાંતિભાઈ અમૃતિયાના સઘન પ્રયાસ અને ઉચ્ચકક્ષાએ રજુઆતથી નર્મદા નહેરમાંથી આશરે 3 મીટર જેટલો ઘોડાધ્રોઈ ડેમ ભરવામાં આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ આ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું જેથી નદી વહેતી થઈ છે જે આસપાસના ગામોના અનેક ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે.

- text

ડેમમાંથી છોડાયેલું આ પાણી ઝીકિયારી, ચકમપર, સાપર, જસમતગઢ, જેતપર(મ.), રાપર, વાધરવા, માણાબા, સુલતાનપુર, ચીખલી, વરડૂસર સુધી પહોંચી ગયું છે. ડેમના છોડાયેલા પાણીથી સિંચાઈ આધારિત ઉપરોક્ત ગામોના ખેડૂતોનો પાક 100 % આવશે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ખેડૂતોના હામી, ખેડૂતોની લાગણી સમજનાર, ખેડૂતોની દિવસ-રાત ચિંતા-ખેવના કરનાર, સક્રિય, એવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા 65, મોરબી-માળીયા વિધાનસભા વિસ્તાર માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતોએ અને મતદારોએ તેમના માટે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી છે.

- text