એડન હિલ્સમાં 18મીથી ગહેના એક્ઝિબિશન : એક્સકલુઝીવ 20-20 ડિઝાઈનર જવેલરી અને બ્રાઇડલ વેર પ્રથમ વખત મોરબીમાં

- text


 ત્રણ દિવસના ભવ્ય એક્ઝિબિશનમાં 7 નામાંકિત પેઢીઓ એક જ સ્થળે : સ્કાયમોલથી પિક-અપ ડ્રોપની વ્યવસ્થા : લગ્ન પ્રસંગ માટેની ખરીદીનો લેવા જેવો લ્હાવો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : હાલ લગ્નની સિઝન નજીક આવી રહી છે. ત્યારે બહેનોને ઘર આંગણે જ ખ્યાતનામ પેઢીઓના આભૂષણો અને વસ્ત્રો ખરીદવાની અમૂલ્ય તક મળવાની છે. કારણકે મોરબીમાં સૌ પ્રથમ વખત એડન હિલ્સ ખાતે આગામી તા.18થી ત્રણ દિવસ ગહેના એક્ઝિબિશન યોજાવાનું છે. આ જાજરમાન એક્ઝિબિશનમાં એક જ છત નીચે 7 નામાંકિત પેઢીઓની જવેલરી તેમજ ડિઝાઈનર ઘાઘરા- ચોલી, ડ્રેસિસ અને સાડીઓ મળવાની છે. તો આ એક્ઝિબિશનનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ.

મોરબીના રવાપર રોડ ખાતે આવેલ એડન હિલ્સમાં આગામી તા. 18, 19 અને 20 જાન્યુઆરી એમ ત્રણ દિવસ ગહેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આવુ એક્ઝિબિશન મોરબીમાં પ્રથમવાર યોજાવા જઇ રહ્યું છે. જેમાં અમદાવાદના નામાંકિત પંચરત્ન જવેલર્સ, ઇશ્વરલાલ હરજીવનદાસ જવેલર્સ, આર.કે.ઝવેરી અને ધીરૂભાઈ એન્ડ સન્સ જવેલર્સ, રાજકોટના પ્રખ્યાત પ્રયોસા જવેલર્સ અને સુરતના ડાયમંડવાળા ચારૂ જવેલર્સ ઉપરાંત ઘાઘરા- ચોલી, ડ્રેસિસ અને સાડી માટે મુંબઈનું પ્રખ્યાત એશ્વરીયા ડિઝાઇન ભાગ લેવાનું છે.

- text

આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, જળાઉ જવેલરી, પોલકી જવેલરી તેમજ ઘાઘરા- ચોલી, સાડી અને ડ્રેસીસની ખૂબ મોટી વેરાયટી જોવા મળશે. ખાસ લગ્નપ્રસંગ માટે અહીંથી તમામ જવેલરી અને ઘાઘરા- ચોલી મળી રહેશે. એક્ઝિબિશનનો સમય સવારે 11થી રાત્રે 11 સુધીનો રહેશે. શહેરમાં રહેતા લોકોની સરળતા માટે સ્કાય મોલથી એડન હિલ્સ સુધી પિક અપ ડ્રોપ સુવિધા પણ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. હવે આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં પ્રથમ વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા લ્યો અને જવેલરી તેમજ વસ્ત્રોનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text