રાજયસ્તરે ઝળકેલા મોરબીના મહિલા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર યોજના

- text


મોરબી : જિલ્લા રમત-ગમત અધિકારી મોરબીની એક અખબાર યાદીમાં જણાવ્યા સ્પો ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ર૦૧૯-૨૦ના વર્ષમાં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં-૧૪, અં-૧૭ અને રાજય કક્ષાની શાળાકીય અં.૧૯ સ્પર્ધાઓ માટે તેમજ સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રણકક્ષાની સ્પષર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાગર યોજના’’ માટેનું ફોર્મ ભરીને નિયત સમય મર્યાદામાં જીલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરીને મળી રહે તે રીતે અરજી મોકલવાની રહેશે. વર્ષ-૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે તેમ વધુમાં જણાવ્યું છે.

- text