મોરબીમાં યુવાનને ઉંચા વ્યાજે આપેલા નાણાની પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોએ માર માર્યો

- text


ઉંચા વ્યાજે લીધેલા નાણાની મૂળ રકમ ચૂકવી દીધા છતાં વધુ પૈસા પડાવવા બેકના બે ચેક બળજબીરીથી કઢાવો લીધા

મોરબી : મોરબીમાં વધુ એક વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવાનને ઉંચા દરના વ્યાજે નાણા આપીને પઠાણી ઉઘરાણી કરીને બે શખ્સોએ તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જો કે આ યુવાને વ્યાજે લીધેલા નાણાની મૂળ રકમ ચૂકવી દીધી હોવા છતાં બે શખ્સોએ તેની પાસેથી વધુ નાણા પડાવવા માટે બેકના બે કોરા ચેક પણ પડાવી લીધા હતા. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર પી.જી.કલોક પાછળ આવેલ રામનગર સોસાયટીમાં રહેતા અને બાંધકામનો ધંધો કરતા હરેશભાઇ કરમશીભાઇ કંજારીયા ઉ.વ.૩૦ નામના યુવાને માધવભાઇ જીવણભાઇ બોરીચા રહે શનાળા તથા શક્તીસીંહ ઝાલા રહે પંચાસર વાળા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આજ્થી દોઢેક વર્ષથી તા. ૨૫/૧૦/૨૦૧૯ થી તા .૨૫/૧૨/૨૦૧૯ સુધીમાં મોરબીના નવા બસ સ્ટેંન્ડ પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય જે વ્યાજે લીધેલા પૈસાનુ ઉચું વ્યાજ તથા મુળ રકમ પરત આપી દીધેલ હોવા છતા આ કામના આરોપીઓએ ફરીયાદીપાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદ પ્રશાંતભાઇના HDFC બેંક એકાઉન્ટના બે ચેકો બળજબરીપુર્વક કઢાવી લીધા હતા.

- text

આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે કલમ ૧૦૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૮૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા શાહુકાર ધારાની કલમ-૪૦ મુંજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.આ વ્યાજના પ્રકરણની એ ડિવિઝન પીએસઆઇ વી.કે.ગોંડલીયા સઘન તપાસ ચલાવી રહ્યા છે.

- text