પિતા-પુત્રો પર ત્રણ શખ્સોનો સળીયાથી હુમલો : બે મોટરસાયકલમાં તોડફોડ

- text


મોરબી : કંડલા બાયપાસ સ્થિત વિસ્તારમાં રહેતા પિતા-પુત્રો પર ત્રણ શખ્સોએ લોખંડના સરિયાથી હુમલો કરી બે બાઇકમાં તોડફોડ કર્યાની ફરિયાદ એ.ડીવી.પો.મથકમાં નોંધાતા પોલીસે હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની તજવીદ આદરી છે.

મોરબીથી કંડલા જતા બાયપાસ પર કામધેનુ હોટલ પાછળ આવેલા 25 વારીયામાં રહેતા ભુપતભાઇ જોષી ઉ.વ.19, તેનો ભાઈ પ્રકાશ ઉં.વ.20 અને તેમના પિતા દિનેશભાઇ ભવાનીશંકર જોષી ઉં.વ.58 પર બસીર, મુસો અને સલીમ ઉર્ફે ડેની રહે. ત્રણેય પંચાસર રોડ વાળાએ લોખંડના સરિયાથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ મતલબની ફરિયાદ મોરબી એ.ડીવી.પો.મથકમાં નોંધાતા પોલીસે હુમલાખોર ત્રણેય આરોપીને ઝડપી પાડવાની કવાયત આદરી છે.

- text

ફરિયાદમાં જણાવ્યાનુસાર પિતા-પુત્રો ગત રાત્રીએ સુતા હતા ત્યારે ઉપરોક્ત ત્રણેય શખ્સો તેઓના પાડોશી સુમનબેન સાથે ઉગ્ર બોલાચાલી કરતા હોય તે જોવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે ત્રણેય ઈસમોએ મૂળ ઝઘડો પડતો મૂકી ત્રણેય પિતા પુત્ર પર અગાઉના બનાવનો ખાર રાખી પ્રથમ બોલાચાલી કરી બાદમાં ભૂપત જોષીને માર મારવા લાગતા ભુપતનો ભાઈ પ્રકાશ અને તેમના પિતા દિનેશભાઇ વચ્ચે પડતા તેઓને પણ લોખંડના સરિયા વડે માર મારતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. હુમલાખોરો જતા જતા બે બાઇકોમાં પણ નુકશાન કરતા ગયા હતા. એ.ડીવી.પોલીસે બનાવની નોંધ કરી હુમલાખોરોને ઝડપી લેવા કવાયત આદરી છે. બનાવની તપાસ એ.ડીવી.ના પી.એસ.આઈ. વી.આર. શુક્લા ચલાવી રહ્યા છે.

- text