મોરબી : હાઇવે પર ચાલતા પદયાત્રીઓ માટે તંત્રએ દિશા નિર્દેશ જારી કર્યા

- text


પદયાત્રીઓએ સલામતી માટે રોડની જમણી બાજુ ચાલવું હિતાવહ :
પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી પગલા લેવા સબંધિત વિભાગોને સુચના અપાઇ 

મોરબી : શ્રધ્ધાળુ-પદયાત્રીઓ પગપાળા ધાર્મિક સ્થળોએ જતા હોય છે ત્યારે માર્ગ પર પદયાત્રીઓની સલામતી જળવાય રહે તે ખૂબ જ અગત્યનું છે. સુપ્રીમ કોર્ટ અને રોડ સેફટી કમિટીની વખતો વખતની માર્ગદર્શિકા મુજબ પદયાત્રીએ વાહન ચાલનની વિરૂધ્ધ દિશામાં ચાલવું ઈચ્છનીય છે.

- text

ભારત દેશમાં ડાબી બાજુ વાહન હંકારવાના નિયમ હોવાથી પદયાત્રીઓને વાહનની વિરૂધ્ધ એટલે કે રોડની જમણી બાજુ ચાલવું જોઈએ. આથી પદયાત્રી વાહનને જોઈ શકે અને વાહન ચાલક પદયાત્રીને જોઈ શકે. આ માટે જે માર્ગો પર ફુટપાથની સુવિધા ન હોય ત્યાં પદયાત્રીઓ રોડની જમણી બાજુનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રોડ સેફટી એક્ટની જોગવાઇ મુજબ સંબંધકર્તા ખાતાની કચેરીઓને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે તે માટે હાઈ-વે ઉપર સેવા કેમ્પ ફરજીયાતપણે માર્ગની જમણી બાજુ ગોઠવવામાં આવે, જમણી બાજુ ચાલવા અંગેના દિશા નિર્દેશન આપતાં બોર્ડ નિયત અંતરે મુકવા તથા જવા-આવવાના માર્ગમાં દર પાંચ કિ.મી.ના અંદરે બોર્ડ લગાવવા, પદયાત્રીઓએ વાહનોના ટ્રાફીકની વિરૂધ્ધ દિશામાં ચાલવું, પદયાત્રીઓની અવરજવર હોવાથી વાહન ધીમે હાંકવું, સેવા કેમ્પ કે છાવણી કે અન્ય હેતુસર પદયાત્રીઓ હાઈ-વે ક્રોસ કરવાનું ટાળે તે માટે ગુજરાતી તથા હિન્દી ભાષામાં બોર્ડ લખવા વિગેરેનો સમાવેશ થાય છે તેમ મોરબી જિલ્લા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી જે.કે. કાપટેલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

- text