મોરબી : ભરત નાટ્યમને ઉજાગર કરતો નૃત્યાંજલી કાર્યક્રમ યોજાયો

- text


6 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને ભારતીય નાટ્યમ આધારિત વિવિધ નૃત્યકલા રજૂ કરી

મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે તાંડવ નર્તયન ક્લાસિકલ ડાન્સિંગ ઇન્સીટ્યુટ દ્વારા નૃત્યાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 6 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભારતીય નાટ્યમ આધારિત વિવિધ નૃત્યકલા રજૂ કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text

મોરબી નગરપાલિકામાં આવેલ ટાઉનહોલ ખાતે આજે તાંડવ નર્તયન ક્લાસિકલ ડાન્સિંગ ઇન્સીટ્યુટ દ્વારા નૃત્યાંજલીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ વર્ષથી માંડીને 60 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભારતીય નાટ્યમ આધારીત કથ્થક,તાંડવ, સહિતના જુદાજુદા નૃત્યોને સુંદર રીતે આબેહૂબ રજૂ કર્યા હતા.આ તકે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ભારતીય નાટ્યમને મન ભરીને માણ્યું હતું.આ નૃત્યના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, અનીલભાઈ મહેતા, હંસરાજભાઈ ગામી, જયરાજસિંહ જાડેજા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનેભાઈ રબારી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મયુરીબેન કોટેચા, જીજ્ઞેશભાઈ સુરાણી અને ક્રિષ્ના સુરાણી સહીતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે તાંડવ નર્તયન ક્લાસિકલ ડાન્સિંગ ઇન્સીટ્યુટ દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ભારતીય નાટ્યમની સઘન તાલીમ આપીને વેસ્ટર્ન ડાન્સ કરતા ભારતીય નાટ્યમ અંગે લોકોમાં વધુ રૂચિ જાગે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text