વાંકાનેરમાં કચરો ફેંકવાની સામાન્ય બાબતમાં યુવાન પર હુમલો

- text


દસ શખ્સોએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં ઘર પાસે કચરો ફેંકવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા ઉશ્કેરાયેલા દસ શખ્સોએ યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ છે.યુવાનની ફ રિયાદના આધારે વાંકાનેર પોલીસે દસ શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિલીપભાઇ મનસુખભાઇ સોલંકી (ઉ.વ. ૪૪, રહે. વાંકાનેર, મીલપ્લોટ, શેરી નં-૫) વાળાએ સલીમ મહમદ મીંયાણા, બાબો મહમદ મીંયાણા, ગુલમામદ ઉસ્માન મીંયાણા, આસીફ ઉર્ફે ઢબુ ગુલમામાદ મીંયાણા, ઇમરાન ગુલમામદ મીંયાણા, સલીમની પત્ની , બાબાની પત્ની, મીનાબેન મહમદભાઇ મીંયાણા, ઝરીનાબેન ગુલમામદભાઇ મીંયાણા, મદીનાબેન ગુલમામદભાઇ મીંયાણા (રહે. બધા વાંકાનેર, મીલપ્લોટ શેરી નં-૫) સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ પોતાના ભાઇઓના ભાગમા આવેલ મકાનમા બીજુ બારણુ મુકેલ હોય જે એક આરોપીને સારૂ લાગેલ ન હોય જેનુ મનદુખ રાખી ફરિયાદી સાથે અવાર-નવાર બોલાચાલી કરતા હોય અને આજે આરોપીના પત્નીએ ફરિયાદી ઘર સામે કચરો ફેંક્યો હતો.

- text

જેથી ફરિયાદીએ આરોપીના પોતાના પત્નીને આ રીતે કચરો નહીં ફેકવા સમજાવવા કહતા આરોપીએ ફરિયાદીને તારાથી થાય તે કરી લેજે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી આરોપીઓએએ ગાળો આપી તથા ઢીંકાપાટુનો માર માર્યો હતો તથા આરોપીએ હાથમા ધારીયુ લઇ મારવા દોડતા ફરિયાદીને બીક લાગતા પોતાના માતા-પિતા ભાઇને ફોન કરીને બોલાવી લીધા હતા અને ફરિયાદીના ભાઇ અરૂણભાઇ તથા પિતા મનસુખભાઇ તથા માતા દિવાળીબેન સહિતનાએ આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવારજનોને ગાળો આપી તમને અહિ રહેવા દેવા નથી તેમ કહી જાતિ પ્રત્યે હડધુત કરી ઢીંકાપાટુનો માર મારી હાથમા લાકડી, પાઇપ, ધારીયા લઇ ફરિયાદીના મકાનના દરવાજા ઉપર તેના ઘા મારી દરવાજાની કલીપ તોડી નાખી જાનથી મારી નાખવાના ઇરાદે અંદર ઘુસી ફરિયાદી તથા સાહેદોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text