મોરબી : નવયુગ સ્કૂલ દ્વારા રમતોત્સવ તથા બિઝનેસ ટાયકૂન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સ્કૂલમાં ગત તા. 17 અને 18 ડિસેમ્બરના રોજ રમોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 21થી વધુ રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી. રમતોત્સવ અંતર્ગત NCCના કેડેટસ દ્વારા માર્ચ પાસ કરી અર્જુન ગ્રુપ, શિવાજી ગ્રુપ, બજરંગ ગ્રુપ અને સરદાર ગ્રુપમાં વિધાર્થીઓએ મશાલ રેલી સાથે પ્રદર્શન કરેલ હતું. આ કાર્યક્રમની શોભા વધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોરબી જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ ભુમિકાબેન ભૂત, કોન્સ્ટેબલ રેખાબેન બારૈયા અને NCC, TO દિશાબેન સોલંકીએ હાજર રહી પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. જેમાં તેઓએ વિદ્યાર્થી જીવનમાં રમતગમતના મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, ધો. 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ બિઝનેસ ટાયકૂન કાર્યક્રમ અંતર્ગત ખાણી-પીણી, કોલ્ડ્રિંક્સ તથા વિવિધ નાસ્તાના સ્ટોલ શરુ કરી ધંધાકીય જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.

- text

આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં મોટા બિઝનેસમેન બને એવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ઘોષિત થયેલ રમતવીરોને શિલ્ડ તથા મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- text