મોરબીમાં અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સંદર્ભે જાહેર સભા યોજાઈ

- text


લઘુમતી સમાજના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી અયોગની રચના,સ્કૂલો ચાલુ કરવા,વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવવાની ચર્ચા

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી ખાતે આજે આતરરાષ્ટ્રીય લઘુમતી દિવસની ઉજવણીના ભાગરૂપે લઘુમતી સમુદાયના બંધારણમાં આપેલા અધિકાર- હક્કો મળે તે માટે માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લઘુમતી સમુદાયના વિકાસ તથા રક્ષણ માટે બંધારણીય જોગવાઈ મુજબ લઘુમતી અયોગની રચના કરવા,લઘુમતી વિસ્તારોમાં સરકારો સ્કૂલો શરૂ કરવા સહિતની માંગણી કરવા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

- text

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી ખાતે આજે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસની ઉજવણી સંદર્ભે માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ કન્વિનર મુજાહિદ નફીસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને લઘુમતી સમુદાયના બંધારણમાં આપેલા હક્કો સ્થાપિત થાય તે માટે ગહન ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 1992માં આજના દિવસે દુનિયાના તમામ લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્સંધ દ્વારા થયેલા ઠરાવનો ગુજરાતમાં અમલ થાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા લઘુમતીઓ પછાત હોય એમના વિકાસ અને રક્ષણ માટે ગુજરાત રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય વિભાગની રચના કરવા, રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાય માટે વિશેષ આર્થિક પેકેજની જોગવાઈ કરવી, લઘુમતી આયોગની રચના અને એને બંધારણીય મજબૂતી માટે વધેયક વિધાનસભામાં પસાર કરવું,લઘુમતી સમુદાય વિસ્તારમાં સરકારી સ્કૂલો શરૂ કરવા સહિતના હક્કો આપવાની સરકાર સમક્ષ માંગ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

- text