મોરબીના રંગપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા તેમજ ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી બચુભા રાણા, નાનજીભાઈ સરવડવાળા, કોંગ્રેસ અગ્રણી લાભુભાઈ પટેલ તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા 13 ગામના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો સાથે ખાસ ડો.દિપક પ્રજાપતિ(તબીબી અધિકારી) તેમજ હેલ્થ સ્ટાફ અને આમંત્રીત મહેમાનોએ હાજરી આપી હતી. રંગપર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા તથા કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ શુભકાર્ય શરૂ થયું હતું.

- text