મોરબી અને ટંકારામાં રવિવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

- text


મોરબી : આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ આગામી તા. 15 ડિસેમ્બરના રોજ રવિવારે યોજાશે. મોરબીમાં કેમ્પ સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટવાળી શેરી, લાતી પ્લોટ, શનાળા રોડ ખાતે સવારે 10થી 1 અને બપોરે 4થી 6 વાગ્યા દરમિયાન યોજાશે. આ ઉપરાંત, ટંકારામાં દેરી નાકા પાસે ફુલિયા હનુમાન મંદિર ખાતે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન યોજાશે. જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને આ ટીપા પીવડાવી શકાય છે. સામાન્ય રીતે, એવું માનવામાં આવે છે કે રવિવારે પુષ્યનક્ષત્ર હોવાથી આ દિવસે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવા ખૂબ જ લાભદાયી બને છે.વધુ વિગત માટે રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) મો. 97226 66442નો સંપર્ક કરવાનો રહેશે.

- text