મોરબી : પૈસાની લેતી દેતી મામલે પિતા-પુત્રને ધમકી આપી

- text


મોરબી : મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે પિતા-પુત્રને દંપતીએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભરતભાઇ રામજીભાઇ ડેડાણીયા રહે વ્રુંદાવન પાર્ક હરી પ્રેમ એપાર્ટમેન્ટ ફ્લોરા હોમ્સ સામે મોરબી-૨ વાળાએ મનિષભાઇ નાથાભાઇ ધોડાસરા તથા પૂષ્પાબેન મનિષભાઇ ધોડાસરા રહે બન્ને પાટીદાર ટાઉનશીપ ટીંબડી પાટીયા મોરબી સામે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી કે,આજથી દોઢેક માસ પહેલાથી આજદિન સુધી વ્રુંદાવન પાર્કના હરી પ્રેમ એપાર્ટમેન્ટ ખાતે બનેલા બનાવમાં આરોપીએ ખારાધોડા ખાતે કાચ લેવાનાં રૂપિયા આપેલ હતા તે વખતે ફરીયાદી આરોપી સાથે ગયા હતા અને આ કામનાં આરોપીને કાચ કે રૂપિયા પરત નહી મળતા જે કાચનાં રૂપિયા ફરીયાદી પાસેથી માંગી બન્ને આરોપીઓએ ફરીયાદીનાં ઘરે જઇ ગાળો આપી ફરીયાદી તથા ફરીયાદીનાં દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા બન્ને આરોપીઓ ફરીયાદીને અવારનવાર ફોન કરી ફરી.ને ગાળો આપી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text