મોરબી નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી નજીક બાઇક અકસ્માતે સ્લીપ થતા આધેડનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી અનુસાર મોરબીના વાવડી ગામ ભુમિ ટાવર પાછળ કબીર આશ્ર્મની બાજુમા રહેતા દિલીપભાઇ મનજીભાઇ કેશુરીયા ઉવ.૫૦ નામના આધેડ ગત તા-૨૯ના રોજ મોરબીના ધુટુ રોડ એન્જોલ કારખાનાની સામે પોતાના હવાલાવાલું હિરો હોન્ડા સપ્લેન્ડર જી જે.૩-ડીપી-૩૬૫૫ વાળું લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે એકસ્માતે બાઇક સ્લીપ થઈ જતા તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text