મોરબી : કિચન ગાર્ડન વર્કશોપ યોજાયો

- text


મોરબી : ગત તા.16/11/2019ના રોજ ICDS મોરબી ઘટક-1 દ્વારા ઇનોવેટીવ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત કિચન ગાર્ડન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બાગાયત અધિકારી દ્વારા તમામ આંગણવાડી વર્કરને આંગણવાડી કેન્દ્ર ખાતે આયર્ન યુક્ત શાકભાજીના વાવેતર વિશે ડેમોસ્ટ્રેશન કરી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. તથા ICDS મોરબી ઘટક-1 દ્વારા તમામ વર્કરને બિયારણ તેમજ અન્ય જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, મોરબી જિલ્લાના એન.એન.એમ. સ્ટાફ દ્વારા એનેમિયા તેમજ પોષણ વિશે માહિતી આપવામાં આવેલ હતી.

- text