મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ બાળકો સાથે શાળાની સફાઈ કરી

- text


મોરબી : એકવીસ દિવસના દિવાળી વેકેશન બાદ આજે તા. 14.11.19ના રોજ પ્રાથમિક શાળાઓમાં વેકેશન ખુલતા જ પ્રથમ દિવસે શાળાના વિશાળ વર્ગખંડો, વિશાળ મેદાન તથા પાણીના ટાંકાની સફાઈ, ઘટાદાર વૃક્ષો, રોપા-છોડને પાણી પાવું જેવા કાર્યો ખુબ જ મહત્વના હોય છે. હાલ મોરબી પંથકમાં ડેન્ગ્યુ રોગચાળો ખુબ જ ફેલાયેલો હોવાથી વિદ્યાર્થીઓને બીમારીઓથી બચાવવા શાળા અને તેની આજુબાજુના વિસ્તારને સાફસુથરો રાખવો ખૂબ જરૂરી છે. વળી હાલ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે સ્વચ્છતાના ખુબ જ આગ્રહી એવા બાપુના પગલે ચાલીને વડાપ્રધાને પણ પોતે ઝાડું પકડીને અને હમણાં જ તમિલનાડુમાં મહાબ્લિપુરમના દરિયા કિનારે કચરો વીણી સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.

જેમ કોઈપણ નિયમ લાગુ કરવા માટે પરીવારના વડાએ સૌથી પહેલાં આગળ આવીને અમલ કરવો જોઈએ એ અન્વયે આજે મયુર એસ.પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે જેઓ હરહંમેશ વિદ્યાર્થીઓની ચિંતા કરતા હોય છે, અતિવૃષ્ટિ વખતે પણ પોતે કસ્તુરબા બાલિકા વિદ્યાલય સરવડ ખાતે પહોંચી ગયા હતા અને વિદ્યાલયમાં અભ્યાસ કરતી 45 જેટલી બળાઓનું જીવના જોખમે માથાડૂબ પાણીમાં ઉતરી રેસ્ક્યુ કરી બાળાઓને સલામત સ્થળે પહોંચાડેલ હતી, એવા ડી.પી.ઇ.ઓ. સવારે 10.00 વાગ્યે શ્રી માધાપરવાડી કન્યા શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓ સાથે ઝાડું પકડી વિદ્યાર્થીઓના સહકારથી સમગ્ર શાળા પરિસરની સફાઈ, લીમડાના પાનનો ધુમાડો કરવો, પાણીના ટાંકા, મધ્યાહ્નન ભોજન શેડ સફાઈમાં જોડાયા હતા.

- text

જેના દ્વારા તેમણે મોરબી જિલ્લાની 596 સરકારી શાળા અને 215 જેટલી ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા આઠ હજાર જેટલા શિક્ષકોને સ્વચ્છતાનો સંદેશો પહોંચાડ્યો છે અને શાળામાં અભ્યાસ કરતાં એક લાખ પાંસઠ હજાર જેટલા બાળકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ પ્રાર્થનાસભામાં હાજરી આપી વિદ્યાર્થીઓને બાલદિનની અને નવા શૈક્ષણિક સત્રની શુભેચ્છા પાઠવી હતી અને ડેન્ગ્યુથી બચવા માટે સૂચનો કર્યા હતા અને શાળાની ત્રણ વિદ્યાર્થીનિઓનો જન્મદિવસ હોય બાળાઓને “આજનો દિપક” પહેરાવી પુષ્પગુચ્છ આપી બળાઓને શુભેચ્છા આપી પ્રાથમિક શિક્ષણ પરિવારના વડા તરીકે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text