મોરબીના નાની વાવડી ગામે પાટીદાર સમાજના 23માં સમૂહ લગ્ન યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે પાટીદાર સમાજના 23માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે..આ સમુહલગ્નમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓ અને તેના વાલીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

શ્રી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 23માં સમૂહલગ્ન આગામી તા. 30/1/2020ને ગુરુવાર ના રોજ સવારે નાની વાવડી મુકામે યોજાશે લગ્ન મા જોડાવા માટે ના ફોર્મ ભરવા માટે તા.23/11/2019 થી તા.5/1/2020 સુધીમા આવતા દરેક શનિવાર તથા રવિવારના રોજ ભરવામાં આવશે. ફોર્મ ભરવા માટે શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવર ,શ્રી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયનો સર્પક સાધવાની અપીલ કરાઈ છે. ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેકની ત્રણ ત્રણ કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવાનું જણાવાયું છે અને વધુ વિગતો માટે પ્રમુખ શ્રી ડો. મનુભાઈ કૈલા 9825405076,ઉપ પ્રમુખશ્રી મણીભાઈ સરડવા 9825695708,જ્યંતી ભાઈ પડસુબિયા 9825695827,મંત્રીશ્રી જ્યંતી ભાઈ વિડજા 9978921318 સહ મંત્રી શ્રી કમલેશભાઈ કૈલા 9898656985,મગનભાઈ અધારા 9825098079, ખજાનચી શ્રી ઈશ્વર ભાઈ સબાપરા 9427222510, વિનુભાઈ કૈલા 9925360345 પર કોન્ટેક કરવાની અપીલ કરાઈ છે.

- text