લજાઈ ગામે પંચાયતના ભષ્ટ્રાચાર અંગે ચકાસણી કરવા માંગ

- text


જાગૃત નાગરિકની તાલુકા વિકાસ અધિકારીને રજુઆત

ટંકારા : ટંકારાના લજાઈ ગામે ભષ્ટ્રાચાર થયો હોવાની આશંકા હોવાથી ચકાસણી કરવા અંગે જાગૃત નાગરિક પંકજભાઈ મસોત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લજાઈ ગામની વૃંદાવન સોસાયટીના ગેટ પાસેથી જે રોડ બનાવવામાં આવેલ છે, તે રોડની ભરાઈ નિયમ મુજબ કરવામાં આવી ના હોવાનું જાણવામાં આવ્યું છે. તેમજ 90 દિવસની અંદર જ રોડ તૂટી ગયો છે. તેથી, રોડ નિયમાનુસાર બનાવવામાં આવેલ છે કે નહિ તેની ચકાસણી કરવા માટે યોગ્ય અધિકારીની નિમણુંક કરી ચકાસણી બાદ જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા અંગે વિંનતી કરાઈ છે.

આ ઉપરાંત, અન્ય એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જે મુજબ ગામમાં અંદાજિત ચાર વર્ષ પહેલા એક ટાંકો બનાવવામાં આવ્યો હતો. તે કામ માપના નીતિ-નિયમો નેવે મૂકી ભ્રષ્ટાચાર કરીને કરવામાં આવ્યું છે. હાલમાં ટાંકો ફાટી ગયો છે. જેથી, પાણીના ટાંકાને સાફ કરી રીપેર કરાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ ગામમાં અંદાજિત આઠ વર્ષ પહેલા ધોબીઘાટ બનાવવામાં આવ્યો હતો. જેમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ સમસ્યા અંગે લજાઈ ગ્રામ પંચાયત પાસેથી ઉકેલ મળતો નથી. જે માટે યોગ્ય ન્યાય આપવા તથા ન્યાય ના મળે તો આંદોલન કરવાની ચીમકી આપતી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી.

- text

 

- text