મોરબી : પરિવારને અગાશી પર ઊંઘતો રાખીને રૂ.89 હજારના મુદ્દામાલની ચોરી

- text


જુલાઈ માસમાં થયેલી આ ચોરીના બનાવની હવે છેક ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા

મોરબી : મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલની બાજુમાં આવેલ બોખાની વાડીમાં રહેણાંક મકાનમાં તસ્કરો ખબકયા હતા.આ પરિવારને અગાશી પર ઉઘતો રાખી તસ્કરો તેમના મકાનના નીચેના રૂમમાંથી રૂ.89 હજારના રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.જોકે જુલાઈ માસમાં થયેલી આ ચોરીના બનાવની હવે છેક ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

- text

આ ચોરીના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલની બાજુમાં આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ રાજેશભાઈ નકુમ ગત તા.10 જુલાઈના રોજ રાત્રે પોતાના પરિવાર સાથે મકાનની આગાસી સુતા હતા.તે દરમિયાન તેમના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ તે દિવસે મોડીરાત્રી સમયે તેમના મકાનના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી હરેશભાઈના બેડરૂમના કબાટમાં રાખેલ સોનાનો ત્રણ તોલાનો હાર બુટીઓ, સોનાનું લોકેટ દોઢ તોલાનું, ચાંદીના સાંકળા જોડી ચાંદીની લક્કીઓ સહિતના દાગીનાઓની કીમત રૂ.74 હજાર તેમજ રોકડ રકમ રૂ.15 હજાર મળીને કુલ મુદામાલ રૂ.89 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવની જાણ થતાં મકાન મલિક હરેશભાઈ નકુમે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ માસમાં આ ચોરીનો બનાવ બન્યો હતો.ત્યારે આ ચોરીના બનાવની હવે છેક ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

- text