વાંકડા ગામના યુવાનો દ્વારા બેસતાવર્ષના દિવસે સ્મશાનમાં સાફ-સફાઈ કરાઈ

- text


મોરબી : આજના યુવાનો મોજ મસ્તી અને તહેવારોમાં બહાર ફરવાનું પસંદ કરતા હોવાની માન્યતા છે. પરંતુ આજ નું યુવા ધન મોજ મસ્તીની સાથે પ્રેરણાદાયી અને સેવાકીય કાર્યોમાં પણ એટલું જ અગ્રેસર જોય છે. જે મોરબી તાલુકાના વાંકડા ગામના યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે.

જેમાં ગઈકાલે તા. 28 ઓક્ટોબરના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે વાંકડા ગામમાં યુવાનો દ્વારા સ્મશાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્મશાનગૃહમાં રહેલ કચરાનો નિકાલ કરી સાફ સફાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખીય છે કે આ યુવા ઉદ્યોગપતિઓ દ્વારા દર વર્ષે ઉતરાયણના દિવસે તેમજ નવા વર્ષના દિવસે સ્મશાનની સાફ-સફાઈ કરવામાં આવે છે. તેમજ ગામના તમામ કાર્યોમાં હકારાત્મક સહોયોગ આપવામાં આવે છે.

- text

- text