મોરબી : ગ્રાન્ટેડ શાળામાં 5 વર્ષની નોકરી પૂર્ણ થતા 8 શિક્ષકોની પુરા પગારમાં નિમણુંક

- text



મોરબી : મોરબી જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકેની 5 વર્ષની નોકરી પૂર્ણ કરી રહેલા શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા જિલ્લાના 8 શિક્ષકોને મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડિયા તથા જિલ્લા મહામંત્રી વિશાલભાઈ ગોધાણીના સતત પ્રયત્નો અને યોગ્ય રજૂઆત દ્વારા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, વહીવટી અધિકારી લશ્કરી સાહેબ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સરપ્રાઈઝ રૂપે પૂરા પગારમાં નિમણુંક માટેના કર્મચારીઓના ઓર્ડર ગઈકાલે તા. 25/10/2019ના રોજ શુક્રવારે ધનતેરસના દિવસે ડી.ઈ.ઓ. ઓફિસ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. જે બદલ મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પરિવાર વતી શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text