મોરબીમાં મહેન્દ્રનગર અને અવની ચોકડીએ ગૌશાળાના લાભાર્થે ફાટકડાનું વેચાણ

- text


મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીમાં ઠેર-ઠેર ફટાકડાનું ધામધૂમથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેન્દ્રનગર અને અવની ચોકડીએ ગૌશાળાના લાભાર્થે સસ્તા ભાવે ફાટકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે બજરંગ સેવા મંડળ દ્વારા સંચાલિત ફટાકડા સ્ટોરમાં ગરીબ વર્ગના લાભાર્થે રાહતદરે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કેનાલ રોડ પર અવની ચોકડી નજીક બંસીધર ફટાકડા સ્ટોર્સમાં આમરણ ગામ ગૌશાળાના લાભાર્થે હોલસેલ ભાવે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ બંને સ્ટોર્સમાં નફાની વૃત્તિથી નહીં પણ સેવાની વૃત્તિથી રાહતદરે ફટાકડા વેચવામા આવે છે. બંને સ્ટોર્સના માલિકોએ લોકોને ફટાકડા ખરીદવાનો અનુરોધ કર્યો છે.

- text


- text