ટંકારા વિસ્તારમાં રોગચાળાને નાથવા ફોંગીગની કામગીરી હાથ ધરાઈ

- text


ટંકારા : ટંકારામાં રોગચાળો બેકાબુ બન્યો છે. ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. સામાન્ય તાવથી લઈને ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય ગંભીર રોગોએ ભરડો લીધો છે. દવાખાનાઓમાં જાણે દર્દીઓનો મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો છે.

આવા સમયે મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ લાવવા માટે ટંકારા તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા ટંકારા અને આજુબાજુના વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ડો. આશિષ સરસાવડીયા, હિતેશભાઈ મેવા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text


- text