લુણસરિયા ગામ પાસે અજાણ્યા પુરુષનું ટ્રેનની હડફેટે આવતા મોત

- text


વાંકાનેર : વાંકાનેરના લુણસરિયા ગામ પાસે ટ્રેનના પાટા પાસેથી એક પુરુષની લાશ મળી આવી હતી. રાજકોટ રેલવે પોલીસ દ્વારા વાલી-વારસની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ તા. 23/10/2019ના રોજ લુણસરિયા ગામ પાસે એક અજાણ્યા પુરૂષ (આશરે ઉ. વ. 30)ની સવારના 7-30 કલાકની આસપાસ ટ્રેનની હડફેટે આવતા કપાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં 29/19 crpc 174નો બનાવ દાખલ થયેલ છે. મૃત્યુ પામનારે ક્રીમ રંગનો ટપકાની ડિઝાઇનવાળો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ જમણા હાથમાં સફેદ ધાતુનુ કડુ પહેરેલ છે. રાજકોટ રેલવે પોલીસ ઇન્દ્રજીતસિંહ ઝાલા દ્વારા વાલી-વારસ અંગે તથા ઘટનાની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કોઈને પુરુષની ઓળખ થાય તો મો. નં. 98252 15895 ઉપર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


- text