મોરબીમાં રિક્ષામાં 39 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે રિક્ષામાં 39 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને બી ડિવિઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગત અનુસાર મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી ગઈકાલે બી ડિવિઝન પોલીસે જીજે 1 બીટી 253 નંબરની રીક્ષામા 39 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 11,700 સાથે સાગરભાઈ કાંતિભાઈ પલાણ ઉ.વ.27, રવિભાઈ જિતેન્દ્રભાઈ પાલા ઉ.વ.23ને પકડી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. 51,700નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


 

- text