મોરબીના ચકચારી હત્યા કેસના આરોપી હિતુભા પોલીસ જાપ્તામાંથી ફરાર

- text


ધ્રાંગધ્રા પાસે અમદાવાદ પોલીસના જાપ્તામાંથી ફોર્ચ્યુન કારમાં ફરાર : હિતુભાની થોડા દિવસો પહેલા અમદાવાદમાંથી એટીએસે ધરપકડ કરી હતી

મોરબી : મોરબી ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાના પ્રકરણમાં સન્ડોવાયેલ મુખ્ય સૂત્રધાર શનાળાના હિતુભા ઝાલા ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ નજીકથી આજે સવારે પોલીસ જાપતામાંથી ફરાર થઈ ગયા છે. હિતુભા પોલીસને ચકમો આપી ફોર્ચ્યુનર કાર જીજે 18 બીજી 6093માં નાસી છૂટતા પોલીસે હાલ નાકાબંધી કરી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

હિતુભાની થોડા દિવસો પહેલાં ATS દ્વારા અમદવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હત્યા સહિતના ગુન્હામાં ધરપકડ બાદ હિતુભાને અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેને આજે અમદાવાદથી મોરબી કોર્ટમાં તારીખ હોવાથી લઇ આવવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ધ્રાંગધ્રા પાસે તેઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text