વાંકાનેરમાં બે શખ્સો અને મહિલાના ત્રાસથી ધોરણ12ની છાત્રાનો જાત જલાવીને આપઘાત

- text


એક મહિલા અને બે શખ્સો ઘણા સમયથી હેરાન કરતા હોવાથી પગલું ભર્યુ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

વાંકાનેર : વાંકાનેરમાં મહિલા અને યુવતીઓની સુરક્ષા પોકળ સાબિત થઈ રહિ હોય તેવી ઘટનાં પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. બે લુખ્ખા શખ્સના ત્રાસથી કંટાળી યુવતીએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા વાંકાનેર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શોકમાં ડૂબેલો વિદ્યાર્થીનીનો પરિવાર હાલ ન્યાયની માંગ કરી રહ્યો છે.

વાંકાનેરના દિગ્વિજયનગર પેડક માં રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરતી છાત્રાએ ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

મૃતક યુવતીના પિતા રતિલાલ ગોવિંદભાઈ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે કે આરોપી ગૌરીબેન કેસુભાઈ ઉભડીયા, રાહુલ રમેશભાઈ વોરા બંને રહે પેડક, જીતેન્દ્ર અરજણભાઈ મકવાણા રહે. સીંધાવદર તેમજ પરમાર અખીલ નામથી ખોટું ફેસબુક આઇડી બનાવનાર અજાણી વ્યક્તિએ મૃતક યુવતીનો વિડિયો મોબાઈલ માં ઉતારી ખોટું ફેસબુક આઇડી બનાવી ફરિયાદીની દીકરીને બદનામ કરવાની ધમકી આપી તેમજ આ લુખ્ખાઓએ ગેંગ રેપ કરવાની કોશિશ કરી વારંવાર હેરાન પરેશાન કરતાં હોય જેના કારણે છાત્રાને આપઘાત કરવા મજબૂર કરતાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૩૫૪સી, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેટી બચાવો બેટી પઢાવો ના નારા વચ્ચે સત્ય હકીકત તો એ છે કે બેટીઓને સ્કૂલે જવું મુશ્કેલ બન્યું છે કારણકે સ્કૂલની આજુબાજુમાં લારી ગલ્લાઓનો ગેરકાયદેસર જમાવડો હોય છે અને આવા લુખ્ખા તત્વોનો અડિંગો જમાવી લારીઓની આસપાસ જ રહે છે સ્કૂલ કે કોલેજ જતી આવતી દીકરીઓને હેરાન કરવામાં આવા લુખ્ખાઓ બેફામ બન્યા છે પોલીસને દારૂ-જુગારની બદી નાશ કરવાના હુકમો તો મળે છે પરંતુ ક્યારેય સ્કૂલની આસપાસના લુખ્ખાઓને હટાવવાના હુકમો મળતા નથી. હાલ તૂર્ત તો આ ગંભીર બનાવના પગલે નગરપાલિકા અને પોલીસ દ્વારા આ છાત્રા જે સ્કૂલમાં ભણતી હતી તેની આસપાસની લારી ગલ્લા હટાવવામાં આવ્યા છે પરંતુ કેટલા દિવસ પૂરતા?? અને શું એ સ્કૂલ સિવાય બીજી કોઈ જગ્યાએ આવા લુખ્ખા તત્વો નથી બેસતા? સ્કૂલે આવવાના કે જવાના સમયે બજારમાં અને રસ્તાઓ પર આવા આવારા રોમિયો લુખ્ખા તત્વો અનેક જગ્યાએ દીકરીઓને હેરાન કરી રહ્યા છે તેવું સ્કૂલની એક છાત્રા દ્વારા જણાવવામાં આવેલ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text