મોરબીના સમયના ગેટથી ઉમિયા સર્કલ સુધી રૂ.2 કરોડના ખર્ચે ફોરલેન સીસીરોડ મંજુર

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત ફળી

મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સમયના ગેટ સુધીનો રસ્તો ભારે બિસ્માર બની ગયો હતો. જેમાં વરસાદ અને ગટરના પાણીએ આ રોડની પથારી ફેરવી નાખી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ રોડ પ્રશ્ને ગાંધીનગર ખાતે સચિવાલયમાં રજુઆત કરતા તેમની રજુઆત ફળીભૂત થઈ છે. જેમાં સમયના ગેટથી ઉમિયા સર્કલ સુધી રૂ.2 કરોડના ખર્ચે ફોરલેન સીસીરોડ બનાવવાની મંજૂરી મળી ગઈ છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના અતિ મહત્વના એવા રાજકોટથી મોરબી શહેરના પ્રવેશદ્વાર સમા સમયના ગેટથી ઉમિયા સર્કલ સુધીનો મુખ્ય રસ્તો હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ વખતે ચોમાસુ ભરપૂર રહ્યું છે. ભારે વરસાદના પગલે આ માર્ગનું ધોવાણ થઈ ગયું છે. તેમજ રોડ ઉપર ગટરના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રોડ પર વારંવાર ગટરના ગંદા પાણી તલાવડાની માફક ભરાયા છે. વરસાદના કારણે રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે આ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તેવી કપરી સ્થિતિ થઈ ગઈ છે. પરિણામે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો પર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે.

- text

તેમણે આ અંગે વિગતરવાર ક્ષેત્રીય ઇજનેરો અને ગાંધીનગર સચિવાલય કક્ષાએ રજૂઆત કરી હતી અને ગત તા.21 સપ્ટેમ્બરના રોજ તેઓએ રજુઆત મોરબીના સમય ગેટથી ઉમિયા સર્કલ સુધીનો માર્ગને ફોરલેન સીસીરોડ બનાવવાની મંગ કરી હતી. જેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગે રૂ.2 કરોડનો જોબ નંબર ફાળવીને આ સીસીરોડ મજૂર કર્યો છે. આમ, ચોમાસામાં પાણી અને ગટરના પાણીના નિકાલ કરવાની સાથે સારા રોડની લોકોને સુવિધા આપવાની ધારાસભ્યની મહેનત ફળભુત થઈ છે. ધારાસભ્યએ શહેરીજનોને આ સુવિધા અપાવીને દિવાળીની ભેટ આપી છે. તેમજ નવા બસ સ્ટેન્ડથી ગાંધીચોક અને સર્કિટ હાઉસ સુધીના રોડનું પણ નવીનીકરણ માટે પ્રયાસો હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text