તંત્રના પાપે ગાય વીજશોકની ઝપટે ચડી : લોકોની સતર્કતાથી ગાયનો બચાવ, જુઓ વિડિઓ

- text


ગાયને વિજશોક લાગ્યાનો વીડિયો વાયરલ : પાલિકા અને વીજ તંત્રની જોખમી બેદરકારીના કારણે આ બનાવ બનતા સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આજે ચાલુ વરસાદ દરમિયાન વીજ તંત્ર અને પાલિકા તંત્રની જોખમી બેદરકારીને કારણે વીજ પોલમાંથી વીજ શોક લાગતા એક ગાય ઝપટે ચડી ગઈ હતી.જોકે સ્થનિક લોકોએ ગાયને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી.તંત્રની બેદરકારીના પાપે આ વિસ્તારના બાળકો અને સ્થાનિક લોકો પર જાનનુ જોખમ તોળાઈ રહ્યું છે.

મોરબીના વાવડી રોડ ઉપર મનીષ વિધાલયની સામે ભગવતીપરા શેરી નંબર-6માં આવેલ મુખ્ય રોડ પરની વિજપોલમાંથી પાલિકા તંત્ર અને વીજ તંત્રની જોખમી બેદરકારીના કારણે વીજ કરન્ટ લાગે છે.આજે આ વિજપોલમાંથી ચાલુ વરસાદે વીજ કરન્ટ લાગતા એક ગાય ઝપટમાં આવી ગઈ હતી.જોકે સ્થાનિક લોકોએ તરતજ ગાય માતાને બચાવી લીધી હતી.જોકે આ એક પશુ આજે વિજશોકનો ભોગ બન્યું હતું પણ આ વિસ્તારમાં રમત નાના ભૂલકાઓની પણ તંત્રની જોખમ બેદરકારી જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે.જોકે ગાય માતા વિજશોક લાગયાનો વીડિયો વાયરલ થયો છે.આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને મહામૂલી માનવ જિંદગીનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text