મોરબી : પુત્રી જન્મના વધામણાં પ્રસંગમાં અપાયો પર્યાવરણ જતનનો સંદેશો

- text


સ્વચ્છતા અભિયાન સમિતિના આગેવાન ડો. ચિરાગ અઘારાના પરિવાર દ્વારા પ્લાસ્ટિક મુક્તિની અનોખી પહેલ

મોરબી : સરકારના સતત પ્રયાસોથી લોકોમાં પર્યાવરણની જાળવણી પ્રત્યે ખાસી જાગરૂકતા આવી છે. ખાસ કરીને પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે લોકો સતર્ક બન્યા છે. ત્યારે ઘેર ઉજવાતા પ્રસંગોમાં લોકો પ્લાસ્ટિકની ડિપોઝેબલ વસ્તુઓ ન વાપરવા અંગે લોકો સ્વેચ્છાએ વિચારતા થયા છે. આવો જ એક પ્રેરક પ્રસંગ સ્વચ્છતા અભિયાન સમિતિના આગેવાન ડૉ. ચિરાગ અઘારાના ઘેર સામે આવ્યો હતો. જેણે સમાજને પ્રેરણા પુરી પાડી હતી.

- text

તારીખ 17 ઓગસ્ટને શનીવારના રોજ સ્વચ્છતા અભિયાન સમિતિના આગેવાન ડૉ. ચિરાગ અઘારાના નાના ભાઈ નિખીલભાઈને ઘેર પુત્રીરત્ન “સ્વરા”નો જન્મ થયો હતો, જેના હર્ષોલ્લાસના પ્રસંગ નિમિત્તે તારીખ 29 સેપ્ટમ્બરને રવીવારના રોજ ગોકુલ ફાર્મ, રવાપર ઘુનડારોડ, પર મેળાવડો આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટેની જાગૃતી આવે તે માટે આ પ્રસંગમા પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરીને જમવા માટેની થાળી-વાટકા તથા ચા માટે પણ સ્ટીલના કપનો ઉપયોગ કરાવામા આવ્યો હતો. છાસ તથા પાણી માટે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરવા મા આવ્યો હતો. કેળના પાંદડામાથી બનાવેલ ડિસનો ઉપયોગ આઈસ્ક્રીમ પીરસવામાં કરાયો હતો. આવી પ્રાકૃતિક વ્યવસ્થાથી આમંત્રિત મહેમાનોમાં પણ પર્યાવરણની માવજત અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો અને મહેમાનોએ અઘારા પરિવારની આ પહેલને હાથોહાથ વધાવી હતી.

- text