મોરબીમાં 15મી ઓક્ટોબર સુધી ચાલશે મતદાર ચકાસણી કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં હાલ મતદાર ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ ૧૫મી ઓક્ટોબર સુધી ચાલવાનો છે. મતદારો પોતાના મતદાર ઓળખકાર્ડની વિગતોની મોબાઇલ એપના માધ્યમથી ચકાસી અને સુધારા કરી શકે છે. જો અત્યારે આ કાર્યક્રમ અંતર્ગત મતદાર પોતાના ચૂંટનીકાર્ડમાં જરૂરી સુધારા વધારા જાતે જ ઓનલાઈન કરી લે તો આગળ જતાં તેને કોઈ અગવડતા ન પડે તે માટે ચૂંટણી પંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અત્યાર સુધી બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે વિવિઘ ફોર્મ ભરીને આ સુઘારા કરવામાં આવતાં હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર નાની મોટી ક્ષતિ રહી જતી હતી. હવે, ડિજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા એનવીએસપી પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતો આપવામાં આવી રહી છે. મતદાર પોતાના ઘરે બેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિઘ વિગતોની ચકાસણી કરી શકે છે. તેમાં સુધારો કરવા અને તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે. જે મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text