‘આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે’ સોન્ગને યુટ્યુબમાં બહોળો પ્રતિસાદ

- text


ગઈકાલે યુટ્યુબ ઉપર લોન્ચ થયેલ સોન્ગને હજારો લોકોએ માણ્યું

મોરબી : મોરબી અપડેટ દ્વારા ‘આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે’ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સોન્ગને ગઈકાલે બુધવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. સોન્ગને યુટ્યુબ ઉપર ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. હજ્જારો લોકોએ આ સોન્ગને માણ્યું છે.

21મી સદીનો યુવાવર્ગને એક દિવસ પણ મોબાઈલ રહેવું મુશ્કેલ છે. મોબાઈલના ઘણા ફાયદા છે. સામે ઘણા ગેરફાયદા પણ છે. અત્યારના બાળકો પણ ખૂબ નાની વયથી જ મોબાઈલના એડિકટ થઈ જતા હોય છે. મોબાઈલમાં ઓતપ્રોત થયેલા લોકો ઘણી વાર રોડ કે અન્ય દુર્ઘટનાનો પણ ભોગ બને છે. ઘણા ખરા કિસ્સાઓમાં મોબાઈલ પ્રાણઘાતક પણ નીવડ્યો છે. ત્યારે લોકો જાગૃત થાય અને મોબાઈલથી થતી દુર્ઘટના ટળે તેવા હેતુથી લોકો સુધી એક સંદેશ પહોંચાડવા માટે મોરબી અપડેટ દ્વારા ‘આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે’ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે.

- text

આ સોન્ગમા અવાજ અને લિરિકસ રવિ બરાસરાએ આપ્યા છે. મ્યુઝિક વાલ્મીક, કોન્સેપટ એન્ડ ડિરેક્શન રવિ બરાસરા અને મયુરબાપા, કેમેરા એન્ડ એડિટ જીગર અને નિલેશ, આર્ટિસ્ટ રવિ બરાસરા અને મયુરબાપા, મેક અપ એન્ડ હેર જાગુ ગાંધી, પ્રોડક્શન મોરબી અપડેટ ટીમ તેમજ પ્રોડ્યુસર મોરબી અપડેટ ડોટ કોમ રહ્યું છે. સોન્ગનું શુટિંગ મોરબીમા જ પાડાપુલ, નગર દરવાજા તેમજ રાજપર ગામ સહિતના સ્થળોએ કરવામાં આવ્યું છે. આ સોન્ગ મોરબીવાસીઓને ખૂબ પસંદ આવે તેવું છે.સોન્ગ ગઈકાલે તા. 25ને બુધવારે રાત્રે 11 કલાકે મોરબી અપડેટની યુટ્યુબ ચેનલ ઉપર લોન્ચ કરવામાં આવ્યુ હતું. જેને હજારોની સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળ્યો છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text