મોરબી : પૂર્વ કાઉન્સિલરે ટ્રાફિકના ઉંચો દંડના વિરોધમાં સાયકલ પર ફરીને રોષ ઠાલવ્યો

- text


મોરબી : આજથી ટ્રાફિકના નવા કડક કાયદા અમલમાં આવ્યા છે.જેમાં આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે તેથી લોકોમાં ભારે કચવાટ અને ઉહાપોહ જોવા મળી રહ્યો છે.ત્યારે મોરબીમાં આજે ટ્રાફિકના નવા નિયમો અમલમાં અવતાની સાથે લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.સામાકાંઠાના પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર હરદેવસિંહ જાડેજાએ આજે નવા ટ્રાફિકના કડક કાયદા મુજબ આકરા દંડનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.જેમાં પૂર્વ કાઉન્સિલરે મોરબી શહેરમાં સાયકલ પર ફરીને નવા ટ્રાકીકના રૂલ્સનો વિરોધ કર્યો હતો.

- text