મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપવવા ઉઠતી બુલંદ માંગ

- text


જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબીને મહાપાલિકા બનાવવાની સાથે નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધીના રોડને સી.સી. રોડ બનાવવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ હજુ સુધી વિકાસની ગાડી ટોપ ગીયર દોડી શકી નથી. બીજી તરફ ઉધોગો અને લોકો આપબળે વિકાસ સાધી રહ્યા છે. આ વિકાસને ખરા અર્થમાં સાથર્ક કરવો હોય અને મોરબી શહેરને વિકસિત શહેર તરીકે અગ્રીમ હરોળમાં લાવવું હોય તો એક વિકલ્પ છે.bમોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવો જરૂરી છે. તેથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબીને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરી છે. તેમજ નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી શહેરના વિકાસને વેગ મળે તે માટે મહાનગરપાલિકાનો દરજ્જો આપવો ખુબજ જરૂરી છે. મોરબી તમામ મહાનગરપાલિકા બનવા સક્ષમ હોવાની છેલ્લા ઘણા સમયથી આ દિશામાં બુલંદ માંગ ઉઠી રહી છે. મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જરૂરિયાતો અંગે તેમણે જણાવ્યું હતું કે, દેશના લગભગ તમામ રાજ્યોના લોકો રોજગારી મેળવવા માટે વસવાટ કરતો હોય એમાં સમગ્ર ભારતમાં મોરબી શહેર મોખરે આવે છે. મોરબીમાં ઉદ્યોગોનો ખુબ જ વિકાસ થયો છે. સ્થાનિક લોકોની સાથે બહાર રાજ્યના હજારો લોકોએ અહીં આવીને રોજગારી મેળવે છે. મોરબી શહેર આશરે અઢી લાખ લોકોને રોજગારી આપે છે. મોરબી શહેરમાં આશરે 4 લાખ જેટલી વસ્તી થાય છે અને મોરબી જિલ્લો આપબળે ઘણા સમયથી વિકાસ કરી રહ્યો છે અને લોકોના સ્વંય વિકાસને કારણે શહેર ડેવલપ થાય છે પણ એમાં વિકાસ કરવા માટે મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જરૂર છે. જો કે વસ્તી અને શહેરની ભોગલીક સ્થિતિને ધ્યાને લઈને મોરબી મહાનગરપાલિકા બનવા સક્ષમ છે.

- text

મોરબી જિલ્લો બન્યા બાદ પણ હજુ ઘણી બધી સુવિધાઓનો અભાવ છે. આમ તો જિલ્લા કક્ષાની ઘણી બધી કચેરીઓ આવી ગઈ છે. વસ્તી અને સમસ્યાઓ વધતા મોરબી નગરપાલિકા ટૂંકી પડી રહી છે. શહેરની તમામ સુવિધાઓ પુરી પાડવા માટે પાલિકા પહોંચી શકે એમ નથી. શહેરીજનોની સુખાકારી વધે તે માટે હવે મોરબીને મહાનગરપાલિકા બનાવવાની તાતી જરૂરિયાત છે. જો કે મોરબીમાં બીલડીગો, કચેરીઓ અને કોપરેટ હાઉસો આધુનિક બની રહ્યા છે. પણ માળખાકીય સુવિધા જ્યાં હતી ત્યાં જ છે. મોરબી ઔધોગિક રીતે સમૃદ્ધ શહેર છે. વિકાસ પણ સારો એવો થયો છે. પણ શહેર વિકસિત હરોળમાં આવી શકે તે માટે તમામ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓની આવશ્યકતા છે. તેમણે મોરબીને મહાનગરપાલિકા બનાવની જરૂરીયાત અંગે વસ્તી,વિકાસ, સહિતના તમામ પાસાઓને આવરી લઈને આ દિશામાં ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે ઉપરાંત, તેમને નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીના ત્રાજપરથી ભક્તિનગર સર્કલ સુધીનો માર્ગ આર એન્ડ બી હસ્તક છે. ત્યારે આ રોડની ખૂબ જ ખરાબ દશા છે. જ્યારે નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધીનો રોડ ભારે ખરાબ હાલતમાં છે. આ રોડની ચોમાસામાં ખુબ જ ખરાબ હાલત થઈ જાય છે. તેથી તેમણે નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધી સી.સી.રોડ બનાવવાની માંગ કરી છે.

- text