વાંકાનેર પોલીસ લાઈન મહીલા મંડળ દ્વારા ભવ્ય ગણેશમહોત્સવનું આયોજન

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસ લાઈનમાં મહિલા મંડળ આયોજિત પોલીસ લાઈન કા રાજા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે પોલીસ લાઈનમાં રહેતા મહિલાઓએ આ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું જેમાં સવાર-સાંજ મહાઆરતી ઉપરાંત રાત્રે રાસ ગરબાની રમઝટ બોલવામાં આવે છે. તહેવારો દરમિયાન પોલીસ સ્ટાફ મોટાભાગે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે અને પરિવારને સમય આપી શકતા નથી માટે પરિવારજનોની મહિલાઓએ પોતાની રીતે જ ગત વર્ષથી પોલીસ લાઈન કા રાજા ગણેશમહોત્સવનું આયોજન કરી પોલીસ પરિવારની મહિલાઓ પોતાની રીતે જ ઉત્સવ મનાવી રહ્યા છે. આ સમગ્ર આયોજનમાં વાંકાનેર સીટી પોલીસના રાજભા જાડેજા અને હીરાભાઈ મઠીયાએ સમયદાન આપી સમગ્ર આયોજનના સહભાગી બનેલ. પોલીસ લાઈન ના મહિલા આયોજિત ગણપતિ મહોત્સવમાં ઉચ્ચ અધિકારીઓએ પણ આરતીનો લાભ લઈને સમગ્ર પોલીસ પરિવાર આનંદભેર ગણેશમહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

- text