મોરબીના બેઠાપુલ પર 20 જેટલા સાપને બચાવી પોલીસમેને માનવ ધર્મ દિપાવ્યો

- text


નીચેના પુલ પર ભારે વરસાદથી પાણીમાં તણાઈને આવેલા સાપોને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યા

મોરબી : મોરબીમાં ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદમાં પાણીમાં 20 જેટલા સાપ નીચેના પુલ પર તણાયને આવ્યા હતા.તે સમયે ત્યાં હાજર પોલીસમેને આ સર્પોને પકડીને મચ્છુ નદીમાં જ સલામત રીતે છોડી મુક્યા હતા.માણસ તેમજ સર્પને પણ હાનિ ન પહોંચે તેવું પોલિસમેને ઉમદા કામ કરીને પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો.

- text

મોરબીમાં ત્રણ દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો.આથી અગાઉથી ઓવરફ્લો રહેલા મચ્છુ-2 ડેમમાંથી ભારે પાણી છોડાયું હતું.જેથી મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી હતી.મચ્છુ નદીમાં ભારે પાણી આવતા ઉપરથી તણાઈને 20 જેટલા સાપ મોરબીના બેઠાપુલ પર આવ્યા હતા.જોકે પાણી વધુ અવવાને પગલે સલામતીના ભાગરૂપે બેઠોપુલ બંધ કરી દેવામાં આવ્યો હતો.પણ નીચેના પુલમાં પાણીને તણાઈને આવેલા 20 જેટલા સાપ ખુલ્લા ફરતા હોવાથી માણસ તેમજ ખુદ સાપને પણ હાનિ પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી.આ સમયે ત્યાં મોરબી સીટી પોલીસ મથકના પીસીઆર વાનમાં ફરજ બજાવતા ધીરેન પરમારના ધ્યાને આ સાપ નીચેના પુલ પર દેખાતા તેમણે સાપોને પકડીને નદીમાં જ સલામત રીતે છોડી દીધા હતા.જોકે આ સાપ કોઈને કરડે નહિ અને સાપને પણ હાનિ ન પહોંચે તેવું ઉમદા કામ કરીને આ પોલીસમેને પોતાના માનવધર્મને દિપાવ્યો હતો.

- text