મોરબી : ડેમુ ટ્રેન હડફેટે ગાયનું કરુણ મોત

- text


મોરબી : મોરબીથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેન હડફેટે એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 8-20 વાગ્યાની આસપાસ મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન મોરબીથી વાંકાનેર જવા ઉપડી હતી.આ ડેમુ ટ્રેન મોરબીના રફાળેશ્વર નજીક પહોંચતા રેલવે ટ્રેક પર એક ગાય આડી ઉતરતા ડેમુ ટ્રેનની હડફેટે ચડી ગઈ હતી.આથી ગાયનું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની પગલે ટ્રેન થોડીવાર માટે અટકી ગઈ હતી.ત્યારબાદ ટ્રેન વાંકાનેર તરફ રવાના થઈ હોવાનું.મુસાફરો પાસેથી જાણવા મળ્યું હતું.

 

- text