મોરબી : સીરામીક કંપનીના ગોડાઉનની ઓફિસ તથા રહેણાક મકાનમાં જુગાર રમતા 15 ઝડપાયા

- text


એ અને બી ડિવિઝન પોલીસે શ્રાવણીયા જુગાર પર તવાઈ ઉતારી

મોરબી : મોરબીમાં શ્રાવણીયા જુગાર પર પોલીસની અવિરતપણે ધોસ ચાલી રહી છે.જેમાં ગતરાત્રે એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળે શ્રાવણીયા જુગાર પર તવાઈ ઉતારી હતી અને સીરામીક કંપનીના ગોડાઉનની ઓફિસમાં તથા રહેણાક મકાનમાં જુગાર રમતા 15 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ શ્રાવણીયા જુગારની પ્રથમ રેડની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રે બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે લખધીરપુર રોડ ઉપર આવેલ સીમકો સીરામીક કારખાનાના ગોડાઉનની ઓફિસમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી.પોલીસે આ ઓફિસમાં જુગાર રમતા જયેશભાઇ ચતુરભાઈ વાઘડિયા, હરેશભાઇ ચતુરભાઈ વાઘડિયા,રાકેશભાઈ રમેશભાઈ ગાંભવા, દીપકસિહ સવજીભાઈ શેરસિયા, જીતેન્દ્રભાઈ જયતિભાઈ કોરડીયાને રોકડા રૂ.22150 તથા વાહનો મળીને કુલ રૂ.2.42 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે જુગારની બીજી રેડમાં મોરબી એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ બી.વી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે ગતરાત્રે મોરબીના મચ્છોનગરમાં આવેલ રહેણાક મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી ત્યાં જુગાર રમતા રાજુભાઇ અરજણભાઈ રાઠોડ, બાબુભાઇ ઉફે ભલાભાઈ રેવભાઈ મકવાણા,પ્યારુંભાઈ દાદુભાઈ પરમાર,અજયભાઈ ખોડાભાઈ ગોહિલ, પ્રકાશભાઈ ઉર્ફે હરેશભાઇ પ્રતાપભાઈ ચારોલા, દિનેશભાઇ કાનાભાઈ રાઠોડ, મેરાભાઈ કરશનભાઈ મૂંધવા, બીપીનસિંહ અજતસિંહ ઝાલા, સાહેબ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ રાઠોડ, ભરતભાઇ ઉર્ફે રાજુભાઇ ભાવેશભાઈ રાઠોડને રૂ.1.06 લાખના મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text