રણ સરોવર પ્રોજેકટ ઉપર સરકાર ગંભીર : સ્વપ્નદ્રષ્ટા જયસુખભાઈ પટેલ સાથે ગહન ચર્ચા કરતા કેન્દ્રીય મંત્રી

- text


પેપર વર્ક સ્ટડી અને રિસર્ચ પૂર્ણ થયા બાદ ઝડપથી ગુજરાતને સારા સમાચાર મળે તેવી આશા

મોરબી : સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો હલ લાવવાની રણ સરોવરની પરીકલ્પના હાલ દિવસેને દિવસે સાકાર થવાની દિશામાં આગળ ધપી રહી છે. આ પ્રોજેકટને લઈને જલશક્તિ વિભાગના કેન્દ્રીય મંત્રીએ ઓરેવાના સુપ્રીમો અને રણ સરોવરના સ્વપ્નદ્રષ્ટા જયસુખભાઈ પટેલને દિલ્હી બોલાવીને ગહન ચર્ચા પણ કરી છે.

- text

રણ સરોવર પ્રોજેક્ટના અમલીકરણ માટે સરકાર ખૂબ જ સક્રિય બનેલ છે. અમિત શાહ તેમજ વિજય રૂપાણી સાથે મીટીંગ થયા બાદ જલ શક્તિ મિનિસ્ટ્રીના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલને રણ સરોવર પર વિસ્તૃત ચર્ચા કરવા માટે દિલ્હી બોલાવ્યા હતા. જ્યાં તેઓએ રણ સરોવરના દરેક મુદ્દા પર લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

હાલ પેપર વર્ક સ્ટડી અને રિસર્ચ પૂર્ણ થયા બાદ ઝડપથી ગુજરાતને સારા સમાચાર મળે તેવી આશા સેવાઈ રહી છે. આજ રીતે શિપિંગ વિભાગના એક્ટિવ મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયાએ પણ આ પ્રોજેક્ટ પર જયસુખભાઈ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરેલ છે. એક નર્મદા ડેમથી ગુજરાતને કેટલા ફાયદાઓ થયા છે તે ગુજરાતનો દરેક વ્યક્તિ જાણે છે.રણ સરોવર રૂપી બીજો નર્મદાડેમ થશે તો ગુજરાત અને દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત થશે. તેમ જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું.

“રણ સરોવર” નો પ્રોજેક્ટ જો સાકાર થાય તો સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય, જુઓ વિડિઓ

- text