ભારે વરસાદના કારણે નવલખી બંદરે પણ તારાજી : કરોડોનું નુકસાન

- text


નવલખી બંદર તળાવમાં ફેરવાતા લાખો ટન કોલસો મોટા પ્રમાણમાં પાણીમાં વહી જતા કરોડોની નુકશાનીનો અંદાજ

મોરબી : મોરબી જિલ્લામાં ૧૦ ઓગસ્ટના રોજ ૧૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.જેમાં હળવદ માળીયા વિસ્તારમાં આ વરસાદ નું જોર વધુ રહ્યું હતું જેના લીધે મીઠા ઉદ્યોગ માં લાખો રૂપિયા નું નુકશાન થવાની સાથે સાથે નવલખી બંદર પણ તળાવમાં ફેરવાઈ ગયું હતું જેના લીધે ત્યાં પડેલો લાખો ટન કોલસાનો જથ્થો દરીયા ના પાણીમાં વહી ગયો હતો અને દરિયામાં ચાલ્યો ગયો હતો.જેથી કરોડોની નુકશાની થયાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે મોરબી નું નવલખી બંદર કોલસાનું હબ ગણવામાં આવે છે અને રોજના લાખો ટન કોલસા ની નિકાસ અને આયત કરવામાં આવે છે પરંતું કુદરતી મેઘ પ્રકોપના લીધે જે વરસાદી પાણી નવલખી બદર પર ફરી વળ્યાં તેના લીધે કોલસો દરિયામાં વહી જતા હાલ આ નુકશાનનો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ બની ગયો છે પંરતુ એ ચોક્કસથી કહી શકાય કે આ કોલસાના નુકશાનથી ખાનગી કંપનીઓ તથા આયાત કરોને મોટી આર્થિક નુકશાનની ભોગવવી પડશે .તો બીજી બાજુ બંદર ખાતા દ્વારા પણ બચી ગયેલા કોલસા ને યોગ્ય જગ્યાએ ખસેડવા હાલ કાર્યવાહી હાથ ધરી છે

- text

આ કોલસાના નુકશાનની સાથે સાથે અનેક લોકોની રોજી રોટી પણ હાલ છીનવાઈ ગઈ છે. ત્યારે આગામી સમયમાં જો હજુ વધુ બે દિવસ વરસાદની આગાહી છે ત્યારે જો કોલસાને સલામત સ્થળે ખસેડવામાં નહિ આવે તો મોટી તારાજી અને મોટું નુકસાન નવલખી બંદર ને થશે.જેની અસર મોરબીના ઉદ્યોગ પર પણ જોવા મળશે આથી બંદર દ્વારા યુદ્ઘ ના ધોરણે આવી તારાજી ન સર્જાય તે માટે ટીમો બનાવી અને કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.

- text