મોરબીમાં આજે બકરી ઈદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઈ

- text


સવારે ઈદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું : મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જોડાઈને સામુહિક નમાઝ અદા કરી

મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઈદ નિમિતે આજે સવારે ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.બાદમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે આશરે 10 હજાર જેટલા મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી હતી.

- text

મોરબીમાં મુસ્લિમ બિરાદરોએ આજે બકરી ઈદની શાનદાર ઉજવણી કરી હતી અને આજે સવારે 8-15 વાગ્યે મોરબીના ગ્રીનચોક પાસે આવેલ જુમ્મા મસ્જિદ ખાતેથી મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસીદમિયા બાપુની રાહબરી હેઠળ ઈદનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને ગ્રીનચોકથી નહેરુ ગેઇટ ચોક થઈને ઈદનું ઝુલુસ સવારે 8-30 વાગ્યે જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે પહોંચ્યું હતું.જ્યાં મુસ્લિમ સમાજના આશરે 10 હજાર જેટલા લોકોએ સામુહિક નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણ સાથે દેશમાં કાયમ અમન શાંતિ રહે તેવી અલ્લાહ પાસે દુઆઓ માંગી હતી.બાદમાં મુસ્લિમ બિરાદરોએ એકમેકને ભેટીને ઇદની મુબારક બાદી પાઠવી હતી અને ત્યાંથી ઇદનું ઝુલુસ નવાડેલા રોડ, બજાર લાઇન, ગ્રીન ચોક થઈ ખાટકી વાસ ચોક પાસે આવેલ હૈદરી મસ્જિદ પાસે સવારે 10-30 વાગ્યે પહોંચીને પૂર્ણ થયું હતું.બાદમાં લોકોએ પોતાના પરિવાર સાથે હરવા ફરવા નીકળીને ઈદની ઉજવણી કરી હતી.

- text