માળીયા (મી.) : એનડીઆરએફની ટીમે પુરમાં તણાયેલા યુવકનો મૃતદેહ ભારે જહેમત બાદ શોધ્યો

- text


પાણીમાં તણાયેલા એક યુવક અને આધેડનો મૃતદેહ પણ મળી આવ્યો હતો

માળીયા (મી.) :
માળિયા પંથકમાં શનિવારે ભારે વરસાદને કારણે તેમજ ડેમમાંથી પાણી છોડવાને પગલે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા માળિયા પંથકમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામોમાં પાણી ભરાઇ જતા તેમાં ડૂબી જવાના બે કિસ્સામાં યુવાન સહીત ત્રણના મોત થયા છે.

- text

માળિયાના ઘાંટીલા ગામના વોકળાના પાણીમાં ડૂબી જતા જગમાલ મંગાભાઈ ભરવાડ (ઉ.વ.૨૨) યુવાનનું મોત થયું છે. જયારે અન્ય બનાવમાં માળિયાના વાંઢ વિસ્તારમાં રહેતા કાસમીયા અલ્લારખા સૈયદ (ઉ.વ.51) નામના આધેડનું ડૂબી જતા મોત થયું છે.
તો અન્ય એક વ્યક્તિના ડૂબી જવાની આશંકાને પગલે માળિયા પોલીસ અને એનડીઆરએફની ટીમે શનિવાર સાંજથી શોધખોળ હાથ ધરી હતી. જેમાં ડૂબી ગયેલો યુવાન માળીયાના ઝખરિયા વાંઢ વિસ્તારમાં રહેતા અવેશ સુભાનભાઈ કટિયા (ઉ.38)નો મૃતદેહ આજે વહેલી સવારના મળી આવ્યો હતો. માળિયા પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માળિયા પોલીસે આ ત્રણેય બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

- text