મોરબી જિલ્લાના 15 ગામોમાં અંધારપટ્ટ : 189 વીજપોલ થયા ધરાશાયી

- text


મોરબી શહેરમા પણ 70 ટકા વિસ્તારમાં લાઈટ ગુલ : પીજીવીસીએલનો સ્ટાફ વીજ પૂરવઠો પૂર્વવત કરવા ઊંધામાથે : અનેક ગામો કાલે સાંજ સુધી વિજળી વગરના રહે તેવી સંભાવના

મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે 15 ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. આ ઉપરાંત 189 જેટલા વિજપોલ પણ ધરાશાયી થયા છે. જ્યારે મોરબી શહેરમાં પણ 70 ટકા વિસ્તારમાં લાઈટ ગુલ થઈ ગઈ છે. હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલનો સ્ટાફ ઊંધામાથે થઈને રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામા આજે સાર્વત્રિક ભારે વરસાદ રહેતા દાધોરીયા, ભેટ, સાંગધ્રા, કીડી, ગણેશપર, હિંગરોળા, માણેકવાડા, મોટી વાવડી, કાંતિપૂર, બિલિયા, રવાપર નદી, અમરનગર, હરીપર અને કેરાળા ગામ મળી કુલ 15 ગામમાં વીજ પુરવઠો ખોરવાય ગયો છે. જો કે હાલ બે ગામોમાં રીપેરીંગ કામ કરીને વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લામા 189 વીજપોલ પણ ધરાશાયી થયા છે. સાથે પીજીવીસીએલને 150 જેટલી ફરિયાદો પણ મળી હતી.

ભારે વરસાદના કારણે વજેપર સબ સ્ટેશનમાં પાણી ઘુસી જતા લાઈટ ગુલ થઈ ગઈ હતી. જ્યારે મોરબી શહેરમાં પણ 70 ટકા વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલ પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે રાઉન્ડ ધ કલોક કામગિરી કરવામાં આવી રહી છે. તમામ ફોલ્ટ કાલ સાંજ સુધીમાં દૂર થઈ જાય તેવી સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text