વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળામાં બાલ સાંસદની ચૂંટણી યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં ગઈકાલ તારીખ 2ને શુક્રવારે બાલ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી બાળકોને ભારતની લોકશાહી ઢબે થતી ચૂંટણી વિશે માહિતગાર કરવા માટે યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સરકારના પરિપત્ર મુજબ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ‘બાલ સાંસદ’ની ચૂંટણી યોજીને બાળકોને શાળા કક્ષાથી જ ભારતની લોકશાહી ઢબે થતી ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરવા માટે તેમજ લોકશાહીની શાસનપ્રણાલી મુજબ વિવિધ સમિતિઓનું શાળા કક્ષાએ નિર્માણ કરીને તે મુજબ કાર્ય થાય તે માટે દરેક શાળામાં બાલ સાંસદની ચૂંટણી યોજવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલે વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં પણ બાલ સાંસદ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ 11 મતદાન કર્યું હતું.

આ ચૂંટણીમાં લોકશાહીની મોટી ચૂંટણી મુજબ જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બાળકોએ જ ઝોનલ ઓફિસર, પ્રમુખ અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, દ્વિતીય મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારી, પટ્ટાવાળા વગેરે જેવી ફરજો બજાવી હતી. આ સમગ્ર મતદાન બેલેટ પેપર દ્વારા યોજવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયામાં બાળકો લોકશાહી ઢબે થતી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થયા હતા.

- text

શાળામાં જ્યારથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી બાળકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. આ ચૂંટણીમાં 11 બાળકોએ હોંશે હોંશે ઉમેદવારી માટે પોતાના નામ નોંધાવ્યા હતા અને અન્ય બાળકોએ મતદાન કર્યું હતું. બાલ સાંસદમાં ચૂંટાયેલા ઉમેદવારોમાંથી વિવિધ સમિતિઓ જેવીકે પ્રાર્થના સમિતિ, ગણિત વિજ્ઞાન સમિતિ, ઇકો ક્લબ સમિતિ, સફાઈ સમિતિ, કમ્પ્યુટર વિભાગ સમિતિ, શાળા પુસ્તકાલય સમિતિ તથા અન્ય સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. આ ચૂંટાયેલા ઉમેદવારો સમિતિના અધ્યક્ષસ્થાને રહીને અન્ય બાળકોની મદદથી શાળાની તમામ પ્રકારની જવાબદારી નિભાવશે. આ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવાઈ હતી અને કાનપર SMCની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text