ટંકારા : 11મીએ જ્ઞાનતંતુઓને લગતા રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

- text


ટંકારા : આર્યસમાજ (ત્રણ હાટડી), ટંકારા દ્વારા ચાલતા વેદ પ્રચાર અભિયાનને 10 વર્ષ પૂર્ણ થતા જાહેર જનતાની સેવા અર્થે જ્ઞાનતંતુઓને લગતા રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તારીખ 11ને રવિવારે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 5 સુધી કરવામાં આવ્યું છે.

ટંકારાના આર્યસમાજ દ્વારા જ્ઞાનતંતુઓને લગતા રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સૌરાષ્ટ્રમાં નામના ધરાવનાર ન્યુરોફીઝીશ્યન ડો. બિપિન ભીમાણી(વેલ કેર હોસ્પિટલ, રાજકોટ) દ્વારા નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં માથાનો દુખાવો(આધાશીશી), આંચકી/વાઈ, લકવો, ચક્કર આવવા, વિસ્મૃતિ, હાથ-પગમાં ખાલી ચડવી, ડોક-કમર-હાથ-પગનો દુખાવો, અનિદ્રા, હતાશા, ઉદાસીનતા, બેચેની, કંપવા વગેરે રોગોનું નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં જે દર્દીઓની સારવાર ચાલુ હોય તેમને પોતાની સારવારની ફાઈલ તથા દવાની યાદી સાથે લાવવા માટે જણાવાયું છે. આ કેમ્પનો લાભ લેવા માટે નોંધણી કરાવવી ફરજીયાત છે. નોંધણી તારીખ 7ને બુધવાર સુધીમાં 8866856522 અથવા 9724972472 પર કરાવી લેવા જણાવાયું છે. નોંધણી કરાવેલા દર્દીઓને કેમ્પના સ્થળે આવવાનો સમય અગાઉથી જાણ કરવામાં આવશે આથી એ જ સમયે આવવા અનુરોધ કરાયો છે. આર્યસમાજ, ટંકારા દ્વારા દર રવિવારે સ્વરે 9 થી બપોરે 12 વાગ્યા સુધી નિઃશુલ્ક આયુર્વેદિક દવાખાનું છેલ્લા 25 વર્ષોથી ચાલે છે, તેનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text