મોરબી : કરીયાણાની દુકાનમાંથી ચીજ-વસ્તુ સહિતની ચોરી

- text


મોરબી : મોરબીના લેટીના સિરામિક સામે આવેલ કરીયાણાની દુકાનમાં તસ્કરોએ ધામા નાખીને સાબુ,તેલ, સિગારેટ, ટૂથપેસ્ટ સહીત રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના જાંબુડીયા નજીક આવેલ લેટીના સિરામિક એકમ સામે અર્પિતા કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગત તા.૩૧-૭ના રોજ રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઇસમે દુકાનની છતનું પતરું તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલ માલ સમાન કે જેમાં સાબુ, તેલ, સ્પ્રે, સિગારેટ અને ટૂથપેસ્ટ સહિતનો સમાન કિંમત આશરે રૂ.૮૫૦૦ તથા થડામાં રાખેલ રોકડ રૂપિયા ૩૦૦૦ એમ કુલ મળી રૂ.૧૧૫૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ દુકાનદાર હસમુખભાઈ કાનજીભાઈ ખરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. બનાવની નોંધ કરી પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની તપાસ તાલુકા પીએસઆઇ જી.વી.વાણીયા ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text