મોરબી : ઘરફોડ ચોરી કરનાર તસ્કર ગણતરીની કલાકોમાં ઝડપાયો

- text


આ તસ્કરે તેના અન્ય સાગરીતો સાથે મળીને રૂ.61 હજારના મુદામાલની ઘરફોડી કર્યાની કબુલાત આપી

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા ઘરધણીને આગાશી પર સુતા રાખીને ઘરમાં તસ્કરો રૂ.61 હજારના મુદામાલની ચોરી કરી ગયાના બનાવનો એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ખોલી નાખીને તસ્કરને ઝડપી લીધો હતો. આ તસ્કરે પોલીસની પૂછપરછમાં તેના અન્ય સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.

મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા ભરતભાઇ ઓધવજીભાઈ પટેલ બે દિવસ પહેલા રાત્રીના સમયે ગરમીથી રાહત મેળવવા નીચે ઘર બંધ કરી અગાસીમાં સુતા હતા. એ દરમ્યાન તેઓની નિંદ્રામાં ખલેલ ન પહોંચે એવી રીતે મોડી રાત્રે તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકયા હતા અને ઘરના દરવાજાના નકુચા ગણેશિયા જેવા હથિયારોથી તોડી ઘરમાં રહેલા કબાટમાંથી અઢી તોલાનો સોનાનો ચેઇન, મોબાઈલ ફોન, એક ઘડિયાળ તેમજ રૂ. 6000 રોકડા મળી કુલ 61500ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.આ ચોરીના બનાવમાં ઘરધણી છેક સવારે જાગ્યા ત્યારે તસ્કરો ઘરમાંથી હાથફેરો કરી ગયાની જાણ થઈ હતી.બાદમાં તેમણે આ ચોરીના મોરબી એ.ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી.

- text

આ ફરીયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ એ ડિવિઝન પોલીસે આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યા હતો.જેમાં એ ડિવિઝન પી.આઇ આર.જે.ચૌધરીની સૂચનાને પગલે પી.એસ.આઈ. વી.આર. શુક્લ તથા સ્ટાફના એમ.આર.ગામેતી, શેખાભાઈ મોરી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ખાંભરા સહિતનાએ બાતમીના આધારે આ ઘરફોડ ચોરી કરનાર તસ્કર સરદાર કરમશી મીનવા ઉ.વ.20ને મોરબીની કેનાલ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. આ આરોપીએ પોલીસની પૂછપરછમાં તેણે અન્ય સાગરીતો સાથે મળીને ઘરફોડી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text