મોરબી : લીઝોન સીરામીકે 350 વૃક્ષો વાવ્યા

- text


મોરબી : મોરબી જિલ્લાના લાકડધાર ગામે આવેલા લીઝોન સીરામીક દ્વારા આજે ઢુંવા-માટેલ રોડ પર 350 જેટલા વૃક્ષોનું વાવેતર આગામી ચોમાસાને ધ્યાને લઈને કરવામાં આવ્યું હતું. સીરામીકનગરી મોરબીએ સીરામીક ક્ષેત્રે ખુબ નામના મેળવી છે. મોરબીના સિરામિકની માંગ દેશ-વિદેશમાં ખુબ રહે છે. આ માંગને ધ્યાનમાં લઈને સિરામિકનું ત્પાદન મોરબીમાં સતત વધતું રહે છે. જેથી મોરબીમાં પ્રદુષણનો ભય તથા લોકોને શ્વાસના રોગો થવાની ભીતિ વધતી જાય છે. આથી મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજ રોજ લીઝોન સીરામીક દ્વારા ઢુંવા-માટેલ રોડ પર 350 જેટલા વૃક્ષોનું વાવેતર ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ એવા સંદેશ સાથે કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text