30 કરોડ રૂપિયાના ખર્ચે નવલખી ફાટકે ઓવર બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થશે

- text


બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં વિવિધ પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 2019-2020ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે ચર્ચા દરમ્યાન મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મતક્ષેત્રની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રશ્નોતરીમાં ભાગ લીધો હતો.

મેરજાએ માર્ગ-મકાનના તારાંકીત પ્રશ્નો અન્વયે પૂરક ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબીના ગાળા ગામનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં છે. રોડ પર બેથી અઢી ફૂટના ગાબડા પડી ગયા છે. ચોમાસાને લઈને હાલ આ માર્ગ પર વાહન ચાલકોને ચાલવું દુષ્કર બનવાની સાથે અત્યંત જોખમી પણ બન્યું છે. આ બાબતે અગાઉ પણ રજુઆત કરેલી હોવા છતાં આ સમસ્યા પરત્વે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. તો સત્વરે આ રસ્તો રીપેર કરવો જરૂરી બન્યો છે એમ બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં જણાવ્યું હતું.

આ ઉપરાંત નેશનલ હાઇવે માળીયા (મી.)થી લાખીયાસર-હંજીયાસર રસ્તા અંગેનું રિટેન્ડર મંજુર કરવા અંગેની બાબત પણ લાંબા સમયથી માર્ગ-મકાન વિભાગમાં લટકેલી પડી છે. જે અંગે પણ વારંવારની રજૂઆતનું પરિણામ શૂન્ય આવ્યું છે. ત્યારે એ અંગે પણ તાકીદે નિર્ણય લેવામાં આવે એમ મેરજાએ જણાવ્યું હતું. વળી મોરબી ઘૂંટુ-ચરાડવા-હળવદના રસ્તાને ફોરલેન કરવા તેમજ મચ્છુ-2 ડેમ સામે જોધપુર નજીકના નવા બંધાયેલા બ્રિજના બન્ને છેડાનું અધુરું છોડી દેવાયેલ કામ પૂર્ણ કરવા અંગે પણ મેરજાએ વિધાનસભામાં સવાલો કર્યા હતા. નવલખી ફાટકે રેલ્વે ઓવરબ્રિજ બાંધવા 30 કરોડના ખર્ચે બ્રિજની ડિઝાઇન તથા એનું ડ્રોઈંગ રેલ્વે ઓથોરિટી રાજકોટને મંજૂરી અર્થે રજૂ કર્યાની માહિતી પ્રશ્નના જવાબમાં જાણવા મળી હતી. આ કાર્ય ખૂબ નજીકના સમયમાં હાથ ધરાનાર છે.

- text

આ ઉપરાંત સિગારેટ, તંબાકુ, ઇ.સિગારેટના ઉપીયોગ પર પ્રતિબંધ અંગેના વિધેયકની ચર્ચામાં મેરજાએ સક્રિય ભાગ લઈ સુચારુ સૂચનો કર્યા હતા. જેને ગૃહ રાજ્યમંત્રીએ આવકાર્યા હતા. વધુમાં મોરબી શહેરમાં યુવાધનમાં દારૂ, ડ્રગસ સહિત અન્ય વ્યસનોના દુષણને જડબેસલાક ડામી દેવા પોલીસ તંત્રને કડક સૂચના આપવાની ધારાસભ્યની તાકીદને ઘણી ગંભીરતાથી લેવામાં આવી હતી. બ્રિજેશ મેરજાએ સતત બીજા દિવસે પણ વિધાનસભા ગૃહમાં સક્રિય રહી પોતાના મતક્ષેત્રના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text