મોરબીની એલ.ઇ.કોલેજના છાત્રોના પ્રશ્ને એન.એસ.યુ.આઈની રજુઆત

- text


વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચીમકી અપાઈ

મોરબી: મોરબીની એલ ઇ કોલેજના છાત્રોના પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ.એ કોલેજના પ્રિન્સિપલને રજુઆત કરી હતી. જેમાં તાજેતરમાં વિધાર્થીઓ સાથે હોસ્ટેલના રેક્ટરે કરેલા અણછાજતા વર્તન અંગે રજુઆત કરીને જો આ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

- text

મોરબીની એલ. ઈ. કોલેજના વિદ્યાર્થીઓના છેલ્લા ઘણા સમયથી રહેલા વણઉકેલ પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓની અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન થતાં આજે મોરબી જીલ્લા NSUIના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા કોલેજના પ્રિન્સીપાલને રજૂઆત કરવા ગયા હતા. તે સમયએ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દ્વારા બધા ડિપાર્ટમેન્ટ ના હેડ પ્રોફેસર અને વિદ્યાર્થીઓની તત્કાલીન મિટિંગ બોલાવી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ આવે તે માટે NSUIના આગેવાનો પ્રોફેસર તથા પ્રિન્સીપાલની બેઠક માં એક મહિના થી ચાલતા પ્રશ્નો નું નિર્ણયો લેવા ૨ દિવસનું અલ્ટીમેટમ આપવમાં આવ્યું છે. અને જો ૨ દિવસ માં માંગણી સંતોષવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી NSUI દ્વારા ચીમકી આપવામાં આવી છે. આ સમગ્ર બાબત નો મુખ્ય મુદ્દો વિદ્યાર્થી સાથે સતત ગેરવર્તન કરનાર આસિસ્ટન્ટ રેક્ટર ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી મૂકવામાં આવી છે જો આ માંગણી ૨ દિવસ માં પૂરી ન થઈ તો વિદ્યાર્થી ઓ ને સાથે રાખી NSUI ઉગ્ર આદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text